ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં ઝડપાયેલા 47 લાખના રૂપિયાના દારૂના જથ્થાનો પોલીસે નાશ કર્યો

વાંકાનેર તાલુકા પોલીસે બાઉન્ડ્રી નજીકથી ઝડપેલા કુલ રૂ. 47 લાખના દારૂના જથ્થાને નાશ કર્યો હતો. પોલીસે વાંકાનેર તાલુકાના બાઉન્ડ્રી તરફ જવાના રોડ પર આવેલી તીરથ હોટલ પાછળ જૂના બંધ નેશનલ હાઈવે પર 25 ગુનાઓમાં દારૂ અને બીયરની બોટલો ઝડપી પાડી હતી. આ તમામની કુલ રકમ રૂ. 47 લાખ હતી. પોલીસે આ દારૂના જથ્થા પર રોલર ફેરવી નાખી તમામ જથ્થાનો નાશ કરી દીધો હતો.

વાંકાનેરમાં ઝડપાયેલા રૂ. 47 લાખના દારૂના જથ્થા પર પોલીસે રોડ રોલર ફેરવ્યું
વાંકાનેરમાં ઝડપાયેલા રૂ. 47 લાખના દારૂના જથ્થા પર પોલીસે રોડ રોલર ફેરવ્યું

By

Published : Oct 16, 2020, 3:10 PM IST

મોરબીઃ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેને પગલે અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસે 47 લાખના દારૂના જથ્થા પર રોલર ફેરવી જથ્થાનો નાશ કર્યો હતો.

વાંકાનેર કોર્ટમાંથી 25 ઈંગ્લિશ દારના ગુનાનો મુદ્દામાલ નાશ કરવા હુકમ અપાયો હતો. વાંકાનેર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એન. એફ. વસાવા, મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ, નશાબંધી અધિકારી એચ. જે. ગોહિલ, વાંકાનેર મામલતદાર તેમજ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર. પી. જાડેજા સહિતના અધિકારીઓ દારૂનો નાશ કરતા સમયે હાજર રહ્યા હતા.

વાંકાનેર તાલુકાના બાઉન્ડ્રી તરફ જવાના રોડ પર આવેલી તીરથ હોટલ પાછળ જૂના બંધ નેશનલ હાઈવે રોડ પર 25 ગુનાઓમાં ઝડપાયેલા દારૂ અને બિયરનો જથ્થો કુલ બોટલ 14,895 જેની કિંમત રૂ. 47,14,345 થતી હતી. પોલીસે આ તમામ જથ્થા પર રોલર ફેરવી નાખ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details