ગુજરાત

gujarat

ETV Bharat / state

માળિયા હાઈવે નજીક પોલીસે ચરસના જથ્થા સહિત 9.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો - 9.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો

માળિયા કચ્છ નેશનલ હાઈવે પરથી પસાર થતી કારમાંથી પોલીસ ટીમે ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપીને 9.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. તેમની પૂછપરછ કરતા અન્ય બે આરોપીના પણ નામો ખુલ્યા છે. તેમના વિરુધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માળિયા હાઈવે નજીક પોલીસે ચરસના જથ્થા સહિત 9.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો
માળિયા હાઈવે નજીક પોલીસે ચરસના જથ્થા સહિત 9.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો

By

Published : Oct 25, 2021, 8:02 PM IST

  • લાખનો મુદામાલ જપ્ત, બે આરોપીના નામ ખુલ્યા
  • ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
  • 9.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : માળિયા પોલીસ ટીમે માળિયા કચ્છ નેશનલ હાઈવે પર માળિયા ત્રણ રસ્તા પુલ પાસેથી કાર નંબર GJ 12 GD 2804 ની તપાસ કરતા કારમાંથી માદક પદાર્થ ચરસનો જથ્થો કુલ વજન 880 ગ્રામ કીમત રૂપિયા 1,32,000 નો મળી આવતા. પોલીસે આરોપી વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઈ બારોટ રહે ગાંધીધામ મૂળ ભાભર જિલ્લો બનાસકાંઠા, દશરથ દિનેશભાઈ વ્યાસ રહે અંજાર ભુજ, શંકર ગોવાભાઈ ગરચર રહે અંજાર ભુજ એમ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને આરોપીઓ પાસેથી ચરસનો જથ્થો તેમજ કાર અને 03 મોબાઈલ સહીત કુલ રૂપિયા 9,47,000 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે. તો અન્ય આરોપીઓ યશ ગોવિંદભાઈ ગઢવી રહે માંડવી અને જીવરાજ હરધોળ ગઢવી રહે માંડવી વાળા આરોપીના નામો ખુલ્યા હોય જેની વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માળિયા હાઈવે નજીક પોલીસે ચરસના જથ્થા સહિત 9.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો

વેચાણ કરવાનાં અર્થે નિકળ્યા હતાં

માળિયા પોલીસે હાઈવે પર કારમાંથી ચરસના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. જે આરોપીઓ પાસેથી ચરસના જથ્થા ઉપરાંત વજન કાંટો, પ્લાસ્ટિકની નાની કોથળીઓ નંગ 29 અને રેકઝીન બેગ મળી આવી હતી. જેથી આરોપીઓ ચરસનાં વેચાણ અર્થે નીકળ્યા હોય તેવી ધારણા પણ સેવાઈ રહી છે તો આરોપીઓએ ચરસનો જથ્થો કોની પાસેથી મેળવ્યો અને કોને સપ્લાય કરવા જતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : આજે સિદ્ધાર્થનગરથી પી.એમ. મોદીએ 9 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું

આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર : ખેતી માટે મળશે પૂરતી વીજળી

ABOUT THE AUTHOR

...view details