મોરબી: હળવદ પંથકમાં જુગાર રમતા 17 પત્તાપ્રેમીઓએ ઝડપાયા હતા. મોરબીની દફતરી શેરીમાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડો કરીને જુગાર રમતા 11 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે હળવદના ચરાડવા ગામે જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો અને જુગાર રમતા 6 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી હતી.
મોરબી-હળવદ પંથકમાં જુગાર રમતા 17 પત્તાપ્રેમીઓ ઝડપાયા - Rajkot News
મોરબીના હળવદ પંથકમાં પોલીસે રેડ કરી જુગાર રમતા 17 પત્તાપ્રેમીઓ સહિત રોકડ રકમ રૂપિયા 32, 260નો મુદામાલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મોરબીની દફતરી શેરીમાં રહેતા હસમુખભાઈ નારણભાઈ પરમાર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધરે મોરબી A- ડીવીઝન પોલીસે દરોડો કરી જુગાર રમતા હસમુખભાઈ નારણભાઈ પરમાર, અંકિતભાઈ હસમુખભાઈ પરમાર, ઘવલભાઈ હસમુખભાઈ પરમાર, ઘીમલભાઈ હર્ષદભાઈ ગોસાઈ, નીતિનભાઈ લક્ષ્મીચંદ કાગરા, મહીપતભાઈ વસંતભાઈ કુબાવત, સુરેશભાઈ હરીલાલ રાણપરા, ચંદ્રકાન્તભાઈ નટવરલાલ પાટડીયા, જીતેન્દ્રભાઈ માઘવજીભાઈ ગોહેલ, ભરતભાઈ વાડીલાલ દફતરી અને રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજાને રોકડ રકમ રૂપિયા 32, 260ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે હળવદના ચરાડવા ગામે સુતાર શેરીમાં જાહેર જુગાર રમાતો હોતો. જેથી હળવદ પોલીસે ટીમે દરોડો કરતા જુગાર રમતા પ્રવીણ રાધેશ્યામ દેવમુરારી, સુરેશ પોપટ જોષી, છગન મોહન માકાસણા, દીપક દેવરામ નિમાવત, કમલ જીતેન્દ્ર વ્યાસ, અને દિલીપ જેરામ સોનાગ્રા રહે બધા ચરાડવા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 10, 200 અને 4 મોબાઈલ કીમત રૂપિયા 7000 સહીત કુલ રૂપિયા 17, 200નો મુદામાલ જપ્ત કર્યો છે.