- પિસ્ટલ નંગ 02 તેમજ 80 નંગ જીવતા કાર્ટીસ સાથે આરોપી ઝડ્પાયો
- અન્ય અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ
- કુલ રૂપિયા 30,000 ની કિમતનો મુદામાલ જપ્ત કરાયો
મોરબી : ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન ટંકારા સરકારી હોસ્પિટલ સામે રહેતો આદમ ઉર્ફે આદુ ઈસા અબ્રાણી પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની પોલીસને જાણ થઇ હતી. રહેણાંક મકાનમાં દરોડાં પાડતાં મકાનમાંથી ગેરકાયદેસર હથિયાર જેમાં પિસ્ટલ નંગ 02 કીમત રૂપિયા 20,000 તેમજ નંગ 80 જીવતા કાર્ટીઝ કીમત રૂપિયા 8,000 હથિયાર પર લગાવવાનું ટેલીસ્કોપ કીમત રૂપિયા 2,000 અને ખાલી મેગ્જીન નંગ 3 મળીને કુલ 30,000 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપી આદમ ઉર્ફે આદુ ઈસા અબ્રાણી રહે ટંકારા સરકારી હોસ્પિટલ સામે વાળાને ઝડપી લેવામાં આવ્યો છે. અન્ય આરોપી આરીફ ગુલમામદ મીર રહે કાલિકા પ્લોટ મોરબી અને આરીફ મીર સાથે આવેલ અજાણ્યો ઇસમ એમ બે આરોપીના નામો ખુલતાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ