મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં અનઅધિકૃત રીતે ગેસ કટિંગ કરવાના (gas cutting scam in Morbi) કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોરબી LCB ટીમે ગેસ ભરેલ ટેન્કર, ખાલી સિલેંડર, બોલેરો કાર, મોબાઈલ અને ગેસ કાઢવાના સાધનો સહિત કુલ 29.85 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તો સાથે LCBએ ત્રણ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. (Morbi Crime News)
બહાદુરગઢમાં ગેસ કટિંગના કાળા કૌભાંડનો પર્દાફાશ
મોરબી જિલ્લાની સીમમાં ગેસ કટિંગનો પર્દાફાશ થતાં (gas cutting scam in Morbi) સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ મોરબી LCBને થતાં તાત્કાલિક સ્થળ પર દરોડા પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (Gas cutting scam in Bahadurgarh)
LCB ટીમે 3 આરોપીને ઝડપી લીધામોરબી LCB ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બહાદુરગઢ ગામના પાટિયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક અવધ વે બ્રિજ પાછળ સીમમાં ખુલ્લી જગ્યામાં જીગ્નેશ ઉર્ફે લાલો મેરામભાઇ, પ્રદીપ ઉર્ફે લાલો મુળુ આહિર (રહે રાજકોટ) રાત્રીના હાઈવે પરથી આવતા જતા ગેસ ટેન્કરના ડ્રાઈવર સાથે મિલીભગતથી ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કરીને જથ્થો સિલેન્ડરમાં ભરી કાળાબજારમાં વેચવાનો ગોરખધંધો ચલાવતા હતા. જેની જાણ પોલીસને થતાં તાત્કાલીક દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે ગેસ કટિંગ કૌભાંડ ઝડપી લીધું હતું. (Gas cutting scam in Bahadurgarh)
ગેસ ટેન્કર, બોલેરો કાર સહિતનો મુદ્દામાલ જપ્ત જ્યાં સ્થળ પરથી LCB ટીમે ગેસ ભરેલ ટેન્કર (HR 38 T 0853) ગેસના સિલિન્ડર નંગ 28 કિંમત 56,000, બોલેરો ગાડી (GJ 03, BV 8052) કીમત 3 લાખ, ઇલેક્ટ્રિક વજન કાંટો, રબ્બર વાલ્વવાળી પાઈપ કિંમત 2000 અને મોબાઈલ નંગ 03 કિંમત 15,000 મળીને કુલ 29,85,424નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ આ દરોડા દરમિયાન આરોપી રામસિંગ વિજયસિંહ રાઠોડ (58 વર્ષીય, રહે રાજસ્થાન), જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામ લોખીલ (26 વર્ષીય) અને પ્રદીપ ઉર્ફે લાલો મુળુ અવાણીયા (35 વર્ષીય,રાજકોટ) એમ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. (Morbi LCB raids)