મોરબી:મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના મેનેજર સહીત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાયા હતા. જે બનાવને 3 માસ જેટલો સમય થવા આવ્યો છે ત્યારે મોરબી પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જે ચાર્જશીટમાં 10 આરોપીના નામ છે અગાઉ નવ આરોપી ઝડપાઈ ચુક્યા છે અને જયસુખ પટેલનું નામ આરોપી તરીકે ઉમેરાયું હતું. જેની વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ ઈશ્યુ થઇ ચુક્યું છે અને તેઓએ આગોતરા જામીન અરજી કરી હોય જેમાં મુદત પડી છે. દરમિયાન પોલીસે આજે કોર્ટમાં 1262 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે.
મૃતકોના પરિવારના વકીલે શું કહ્યું?:ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં મૃતકોના પરિવારનો કેસ મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા લડી રહ્યા છે. જેઓએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતકોના પરિવાર વતી તેઓ જયસુખ પટેલની જામીન અરજી રદ થાય તે માટેનો કેસ લડી રહ્યા છે. આજે તપાસ ચલાવતા અધિકારીએ ચાર્જશીટ રજુ કરી છે. જેમાં 9 આરોપી પકડાઈ ચુકેલા દર્શાવ્યા છે તો જયસુખ પટેલ ફરાર હોવાનું ફોજદારી કેસ નં 675/23 ની ચાર્જશીટમાં દર્શાવ્યું છે. જે કેસમાં અન્ય આરોપીના નામો ખુલે અથવા તો જયસુખ પટેલની ધરપકડ બાદ પૂછપરછમાં અન્ય નામો ખુલે તો તે માટે તપાસ અધિકારી પુરવણી ચાર્જશીટ કરશે કેસમાં 300 થી 400 સાક્ષીઓ તરીકે લેવામાં આવ્યા છે અને 1200 થી વધુ પાનાંની ચાર્જશીટ પોલીસે ફાઈલ કરી છે.
આ પણ વાંચોMineral water: મિનરલ વોટરના નામે મિલાવટ, પ્યુરીફિકેશન પ્લાન્ટ માલિકને 23 લાખનો દંડ