ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેર અને માળિયામાં નજીવી બાબતે મારામારી, પોલીસ ફરિયાદ નોંધાઇ - GUJARAT

મોરબીઃ જિલ્લાના ગારીડામાં બે શખ્સોએ યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જયારે માળિયામાં બાઈક પર બેઠેલ યુવાનને એક શખ્સે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

mrb

By

Published : Jul 3, 2019, 5:34 AM IST

વાંકાનેરના ગારીડા ગામના રહેવાસી ગુલાબભાઈ માથકીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાના ખેતરમાં ઉનાળામાં ઢોર ચરાવવા નહિ દીધેલ જેનો ખાર રાખી આરોપી કાનાભાઈ રાજગોર અને મહેશભાઈ રાજગોરે તેને પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

જયારે મારામારીના અન્ય એક બનાવમાં માળીયાના રહેવાસી અબ્દુલ કટીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તા. 28ના રોજ તે એબનશા પીર દરગાહ પાસે બાઈક પર બેઠો હોય ત્યારે, આરોપી જુનસ જેડા શખ્શ પોતાની અલ્ટો કાર લઇ આવ્યો અને ફરિયાદી યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરીયાદ નોંધાવી છે.
.

ABOUT THE AUTHOR

...view details