માળીયામાં પોલીસ ફરિયાદ મામલે બે મહિલાઓને આપી ધમકી - ravi motvani
મોરબીઃ માળીયામાં આરોપી ફારુક દિલાવર જેડા પર પહેલા જમીનના મામલે પોલીસમાં ફરિયાદ કરેલી હતી. જે મામલે આરોપીએ જેલમાંથી પેરોલ પર બહાર આવીને બે મહિલાને ગાળ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.
માળિયાના ખોજા જમાત ખાના નજીક રહેતા મીનાજબેન શાહબુદીનભાઈ ગૌવાણીના બહેને આરોપી ફારુક દિલાવર જેડા સામે અગાવ જમીન મામલે પોલીસ ફરિયાદ કરેલ હતી. જેથી આરોપી જેલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી પેરોલ રજા પર આવેલ હતો અને ફરિયાદી મીનાજબેન તથા સાહેદ ઘરમાં એકલા હોય તે દરમિયાન આરોપી ફારુક દિલાવર જેડા, વલુ સાઉદીન જેડા અને એક અજાણ્યા માણસે ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જેમ ફાવે તેમ ગાળો આપી હતી,અને ફરિયાદ પાછી ખેચવાનુ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તો ફળિયામાં પડેલ ત્રિકમ વડે સિન્ટેક્સની ટાંકી તથા દરવાજામાં ત્રિકમની ઘા મારી તોડફોડ કરી નુકશાની કર્યું હોવાની ફરિયાદ મીનાજબેને માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.