મોરબી : જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા DYSP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન મોરબી નીચી માંડલ ગામ પાછળ આવેલી એલી માઈક્રોન કારખાના સામેના ભાગે આવેલા જગદીશભાઈ વનુભાઈ દેત્રોજાની વાડીની ઓરડીમાં દારૂ હોવાની બાતમી મળી હતી.
મોરબીના નીચી માંડલમાં વાડીની ઓરડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો - વિદેશી દારૂના જથ્થો ઝડપ્યો
મોરબીના નીચી માંડલ ગામે આવેલી વાડીની ઓરડીમાંથી મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યા હતા. તો આ સાથે જ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નીચી માંડલમાં વાડીની ઓરડીમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો
જે બાદ પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની બોટલ નંગ 361 કીમત રૂપિયા 1,08,300 ના મુદ્દામાલ સાથે હરેશ નાથાભાઈ સુરેલાને ઝડપી લીધો હતો. જયારે દારૂ મંગાવનાર આરોપી કિશોર નાથાભાઈ સુરેલા સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.