ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પોલીસે તમાકુનો જથ્થો રાખનાર 2 શખ્સને ઝડપી આશરે 21 લાખો મુદ્દામાલ જપ્ત કર્યો

કોરોના લોકડાઉનને પગલે પાન-મસાલા વેચાણ પર પ્રતિબંધ હોવાં છતાં મોરબીમાં એક ગેસ્ટ હાઉસના રૂમમાં તમાકુ, માવા અને બીડીનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતુ. પોલીસે આરોપીઓને ઝડપી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Etv Bharat
morbi

By

Published : May 4, 2020, 9:05 PM IST

મોરબીઃ કોરોના લોકડાઉનને પગલે પાન-મસાલા વેચાણ પર પ્રતિબંધ છે. ત્યારે મોરબીના ગેસ્ટ હાઉસના સ્ટોર રૂમમાં પાન મસાલા, ગુટકા, તમાકુ અને બીડીનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડા પાડી બે શખ્સોને ઝડપી પાડી મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ.કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ A- ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, PSI બી.ડી પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન રાજશી દેવજી નામની દુકાનવાળા સંજયભાઈ હિંમતલાલ લુવાણા તેમજ સૌરાષ્ટ્ર લોજવાળા હિરેનભાઈ ખોડીદાસ પરાબજારમાં આવેલા સૌરાષ્ટ્ર લોજના ગેસ્ટહાઉસના સ્ટોર રૂમમાં પાન મસાલા, ગુટખા અને બીડીનો જથ્થો રાખી વેચાણ કરે તેવી બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતાં.

જેમાં આરોપી હિરેન ખોડીદાસ ભાવસરા રહે મોરબી ગ્રીન ચોક અને સંજય હિંમતલાલ પંડિત રહે મોરબી જુના મહાજન ચોક વાળાને ઝડપી પાડી પાન મસાલા, બીડી, સિગારેટ, ગુટખા અને તમાકુ સાથે કુલ 21 લાખ કરતાં વધારે કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details