મોરબીમાં દેશી દારૂના આથા સાથે 2 શખ્સની ધરપકડ - GUJARATI NEWS
મોરબી: જિલ્લાના માળિયા ફાટક નજીકથી પસાર થતી રીક્ષામાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો બની શકે તેવો અખાદ્ય ગોળના 12 નંગ મળી આવતા રિક્ષા અને અન્ય એક મોટરસાયકલ સહિતના મુદામાલ સાથે બે આરોપીને ધરપકડ કરી છે.
મોરબી સીટી B ડીવીઝન પોલીસની ટીમના પેટ્રોલિંગ દરમિયાન માળિયા ફાટક પાસેથી પસાર થતી ઓટો રિક્ષા નં GJ 36 T 0450ને આંતરીને તલાશી લેતા દેશી દારૂ બનાવવાનો અખાદ્ય ગોળનો આથો બની શકે તેવા પતરાના ડબ્બા નંગ 12 મળી આવતા પોલીસે રિક્ષા અને ગોળનો જથ્થો જપ્ત કરી આરોપી શબીર મહમદ શાહમદાર, દિનેશ ચતુર પાટડિયાની ધરપકડ કરેલી છે. જયારે અન્ય એક ઇસમ દિલીપ ઉર્ફે ઇમરાન રાજેશ જાણી બાઈક મૂકી નાસી જતા બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આ આરોપીઓએ ગોળનો જથ્થો નિજામ હૈદર જેડાના કહેવાથી રાખ્યો હોય તેવી કબુલાત આપતા ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે. આ સમગ્ર તપાસ દરમિયાન પોલીસે રિક્ષા, બાઈક તેમજ ગોળના જથ્થા સહીત 68000થી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.