ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી નજીક બંગલામાં ચાલતા જુગારધામ પર દરોડો, 50 લાખથી વધુની મત્તા કબજે - Tankara police arrested gamblers

મોરબી પંથકમાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી અને 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મોરબી નજીક બંગલામાં ચાલતા જુગારધામ પર દરોડો, 50 લાખથી વધુની મત્તા કબજે
મોરબી નજીક બંગલામાં ચાલતા જુગારધામ પર દરોડો, 50 લાખથી વધુની મત્તા કબજે

By

Published : Aug 16, 2020, 9:38 PM IST

મોરબી: પવિત્ર શ્રાવણ માસમાં જુગારના દૂષણ વચ્ચે પોલીસે શનિવારે એક હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપ્યું હતું. મોરબીના રવાપર રોડ બોની પાર્કના રહેવાસી અને ધૂનડા સજ્જનપર રોડ પર ઓમ વિલાસ બંગલોના માલિક ધવલ ભગવાનજી પટેલે તેના બંગલામાં બહારથી જુગારીઓ બોલાવી જુગારધામ ચલાવતા હતા. આ અંગેની બાતમી RR સેલની ટીમને મળતા પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસ દ્વારા રોકડ રકમ રૂ 25,44,100, રૂ.40,000ની કિંમતના 8 મોબાઈલ તેમજ 25 લાખ રૂપિયાની 2 કાર સહિત રૂ. 50, 84,100 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details