ગુજરાત

gujarat

By

Published : Feb 27, 2019, 9:18 PM IST

ETV Bharat / state

હળવદ નજીક 65 લાખનો દારુ ઝડપાયો, એકની ધરપકડ

મોરબીઃ દારૂ ભરેલા વાહનોને ઝડપી લેવા જીલ્લામાં આર.આર.સેલની ટીમ સતત દોડધામ કરતી હોય છે. ત્યારે એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડી આર.આર.સેલની ટીમે 65 લાખની કિમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સ્પોટ ફોટો

રાજકોટ રેન્જમાં દારૂ અને જુગારના દુષણને ડામવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહની સુચના મુજબ આર.આર.સેલના PSI એમ.પી વાળા, ટીમના રામભાઇ મંઢ, રસીકભાઇ પટેલ, સુરેશભાઇ હુંબલ, શક્તિસિહ ઝાલા, કોશીકભાઇ મણવરને મળેલી બાતમીને આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માળીયા-અમદાવાદ હાઇ-વે પર પસાર થતા ટ્રકની તપાસ કરી હતી. જેમાંથી રુપિયા 46,54,800 ના વિદેશી દારુની 12660 નંગ બોટલ તથા બીયર ટીન નંગ 3360, ટ્રક તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 65 લાખની કીમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

વિડીયો

આર.આર. સેલ ટીમે દારૂનો જંગી જથ્થો ઝડપી લઈને ડ્રાઇવર આરોપી બલવીન્દર સિંહની ધરપકડ કરી છે. જે અંગે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details