ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સરકારી જમીન પચાવવાના ગુન્હામાં ભૂમાફિયાની ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટનો ભૂમાફિયા અનેક ગુન્હામાં સંડોવાયેલો છે જેની સામે પશુપાલન વિભાગે સરકારી જમીન પચાવી પાડવા સબ લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે પોલીસે આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અનેક ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને કાલિકા પ્લોટમાં રહેતો દાઉદ મહમદભાઈ પલેજા દ્વારા છ દુકાનો બનાવામાં આવી છે.જેમાંથી ચાર દુકાનોને ભાડે આપી હતી જેનું ભાડું પણ તે લેતો હતો.

ભૂમાફિયા દાઉદ પલેજા કે જે અન્ય ગુનામાં જેલમાં જ હતો
ભૂમાફિયા દાઉદ પલેજા કે જે અન્ય ગુનામાં જેલમાં જ હતો

By

Published : Feb 15, 2021, 11:30 AM IST

  • આરોપીએ પશુપાલન વિભાગની ધેટા સંવર્ધન ફાર્મની જમીન પચાવી પાડી
  • પશુપાલન વિભાગે દુકાનો ખાલી કરવા નોટીસ આપી
  • લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત પોલીસે કરી કાર્યવાહી
  • ભૂમાફિયા દાઉદ પલેજા અન્ય ગુન્હામાં જેલમાં હતો

મોરબીઃ શહેરના કાલિકા પ્લોટનો ભૂમાફિયા અનેક ગુન્હામાં સંડોવાયેલો છે , તેની સામે પશુપાલન વિભાગે સરકારી જમીન પચાવી પાડવા સબ લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે પોલીસે આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સીટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

મોરબીના પશુપાલન વિભાગમાં નાયબ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવતા નરેશભાઈ જીવાભાઈ કાસુન્દ્રાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી કે, તેમના વિભાગને ત્રાજપર ગામના સરકારી સર્વે નંબર 28/01 પૈકી 2 ઘેટા સંવર્ધન ફાર્મ માટે ફાળવવામાં આવી હતી. જે જગ્યા પર ટીમે તપાસ કરતાં અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અને કાલિકા પ્લોટમાં રહેતો દાઉદ મહમદભાઈ પલેજા દ્વારા 6 દુકાનો બનાવી હતી, જેમાંથી ચાર દુકાનોને ભાડે આપી હતી. હિન્દ હોટલ, પાન મસાલાની દુકાન, પંચરની દુકાન, ટ્રાન્સપોર્ટની ઓફીસ એમ આ ચાર દુકાનો ભાડે આપી તેનું ભાડું પણ લેતો હતો

ભૂમાફિયાની ધરપકડ

આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ

જે અંગે પશુપાલન વિભાગે દુકાનો ખાલી કરવા નોટીસ આપી હોવા છતાં તેનો અમલ કરવામાં ન હતો આવ્યો.જે બાદ જમીન પચાવી પાડવાના ગુન્હામાં ફરિયાદ નોંધાઈ હતી. ભૂમાફિયા કે, જે અન્ય ગુન્હામાં પણ જેલ જઇ આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details