મળતી વિગતો મુજબ માળિયા નજીક હાઈવે પર બુધવારે બાઈક સ્લીપ થતા બાઈકસવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને 108 ટીમ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ અકસ્માતમાં ઘવાયેલ યુવાનના પાકીટમાં 30 હજારની રોકડ અને મોબાઈલ મળી આવતા તે સગાને સોપી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મોરબી: અકસ્માતમાં ઘાયલ થયેલા યુવાનનું પાકીટ 108ની ટીમે પરત કર્યું - accident
મોરબી: માળીયા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેનો પાકીટ તે 108માં જ રહી ગયું હતું. પરતું જ્યારે 108ની ટીમને આ રોકડ ભરેલું પાકીટ મળ્યું તો તેઓએ તરત જ તેને યુવાનને પરત કર્યું હતું.
માળીયાના રાસંગપરના રહેવાસી યુવાન જીતેન્દ્રભાઈ ભટ્ટાસણા આજે બપોરે બાઈક પર સરવડ નજીકથી પસાર થતા હતા, ત્યારે બાઈક સ્લીપ થતા યુવાનને ઈજાઓ પહોંચી હતી. જે અકસ્માતની જાણ થતા માળિયા 108 ટીમના પાયલોટ દાઉદ અને ઇએમટી દીપક ચુડાસમાની ટીમે ઈજાગ્રસ્ત યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઈજાગ્રસ્ત યુવાનનું પાકીટ જેમાં રૂપિયા ૩૦ હજારની રોકડ રકમ હતી તો તેની સાથે મોબાઈલ પણ મળી આવ્યો હતો. જે યુવાના પરિવારજનોને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.