ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાં માસુમની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીની કરી ધરપકડ - Child murder case

મોરબી: વાંકાનેર પંથકમાં ધાર્મિક કાર્યક્રમમાં દાદા સાથે ગયેલા પાંચ વર્ષના માસુમનું અપહરણ થયાના ચાર દિવસ બાદ કુવામાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બાળકના ગુનેગારને શોધવા વિવિધ ટીમો બનાવી જુદી-જુદી દિશામાં તપાસ ચલાવી હતી. જેમાં બાળકના કૌટુંબિક કાકાએ જ બાળકની હત્યા કરી હતી. પોલીસે આરોપી કૌટુંબિક કાકાની ધરપકડ કરી છે. આરોપીએ હત્યા માટે જે કારણ આપ્યું તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

morbi

By

Published : Sep 17, 2019, 9:19 PM IST

વાંકાનેરના ઠીકરીયાળી ગામમાં આવેલા દેવાબાપાની જગ્યાએ 27 ઓગસ્ટ 2019ના રોજ 5 વર્ષના પ્રિન્સ પ્રવીણ નાકીયા નામનો બાળક દાદા સાથે ધાર્મિક કાર્યક્રમમાં ગયો હતો, ત્યારે તેનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને 31 ઓગસ્ટે તેનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો. જે બનાવ બાદ સ્થાનિક પોલીસ, એલસીબી, સીપીઆઈ ટીમ સહિતની વિવિધ ટીમો બનાવી જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. આ મંદિરમાં રાખેલા CCTVની તપાસ કરતા મૃતક બાળકના કૌટુંબિક કાકા આરોપી રસિકલાલ નાકીયાની વર્તણુક શંકાસ્પદ લાગતા વોચ રાખી હતી અને આરોપીની સઘન પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને બાળકના હત્યાની કબુલાત કરી હતી.

વાંકાનેરમાં માસુમની હત્યાનો ભેદ ઉકેલાયો

માસુમની હત્યા કેસમાં આરોપી કાકા રસિક છેલુ નાકીયાએ કબુલાત કરી કે, આરોપીની દીકરી અને મૃતક બાળક ઘરના બાથરૂમમાં બાલ સહજ રીતે શારીરિક ચેષ્ટા કરતા હતા, જે જોઈ જતા બાળકોને ધમકાવ્યા હતા. જેથી પ્રિન્સનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું અને દેવાબાપાની જગ્યામાં ભજનનો કાર્યક્રમ હતો. જેથી પ્રિન્સને ફોસલાવી ભાગ લેવાના બહાને મંદિર પાસે લાવીને પોતાની વાડી પાસેના હત્યા કરી મૃતદેહને કુવામાં ફેંકી દીધાની કબુલાત કરી હતી. વાંકાનેર નજીક ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા બાળકના અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે.

ABOUT THE AUTHOR

...view details