ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જીલ્લામા જુગાર રમતા 8 જુગારી ઝડપાયા - MRB

મોરબી: શહેરમા બારેમાસ જુગારની મોસમ જોવા મળે છે. ત્યારે, હોળી-ધુળેટીના પર્વે બે સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં જુગાર રમતા 8 પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 22, 2019, 11:23 PM IST

મોરબી જીલ્લાનાં SP ડો. કરનરાજ વાઘેલા અને DYSP બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ A ડીવીઝન સહિતની ટીમે હોળી-ધૂળેટી પર્વ નિમિતે પેટ્રોલિંગ દરમિયાન શનાળા બાયપાસ આનંદનગરમાં જાહેરમાં જુગાર રમતા3 જુગારી ઝડપી લઈને 11,280ની રોકડ રકમ જપ્ત કરી હતી.

તે ઉપરાંત મોરબીના મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમાતા હોવાની બાતમીને આધારે જુગાર રમતા બીજા 5 જુગારીને ઝડપી લઈને 23,200ની રોકડ રકમ જપ્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details