મોરબીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના ૨૦૧૮માં ૬૭.૭૭ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી, જેમાં કુલ ૬૮૦ બ્લોક બનાવવામાં આવ્યા હતાં, જેમાંથી પ્રથમ ડ્રો ૪૯૦ આવસોનો કરવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકા દ્વારા ૩૬૫ આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે, તેમજ ૩૧૫ આવાસનો ડ્રો પણ થઇ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી લાભાર્થીને ઘરનું ઘર મળ્યું નથી.
મોરબીમાં 365 આવાસની ફાળવણી, છતાં લોકોને 'ઘરનું ઘર' મળ્યું નથી - morbi updates today
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોરબી નગરપાલિકા દ્વારા ૩૬૫ આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે, તેમજ ૩૧૫ આવાસનો ડ્રો પણ થઇ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી લાભાર્થીને ઘરનું ઘર મળ્યું નથી.
![મોરબીમાં 365 આવાસની ફાળવણી, છતાં લોકોને 'ઘરનું ઘર' મળ્યું નથી પ્રધાનમંત્રી આવાસ યોજના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6010745-thumbnail-3x2-mm.jpg)
લાભાર્થીઓ દ્વારા કાગળો રજૂ કર્યા હોવા છતાં તેમને મકાન આપવામાં આવ્યા નથી તેમજ મકાનના આગળના રૂપિયા ભરવાનો આદેશ કરાયો નથી. લાભાર્થીઓ નગરપાલિકા કચેરીએ ધક્કા ખાઈ થાકી ચુક્યા છે. ગરીબ પરિવારોને ઘરનું ઘર મળે તે માટે આવાસ યોજના અમલમાં મુકવામાં આવી, પરંતુ નીદ્રાધીન તંત્રએ કોઇ પગલા લીધા નથી, જયારે ફોર્મ ભરવાના હતા, ત્યારે ફક્ત એક માસની મુદત દીધી હતી અને હવે કબજો સોપવામાં આનાકાની થઇ રહી છે, ત્યારે ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે વેરિફીકેસન શરુ છે, તે પૂરુ થયા બાદ તુરંત જ લાભાર્થીઓને ઘરના ઘર સોપી દેવામાં આવશે.