મોરબી : કોરોના કહેર વચ્ચે મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ પરની કૃપા સોસાયટીમાં છેલ્લા ૨૫ દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાય છે. વગર વરસાદે ગંદા પાણીના તલાવડા ભરેલા જોવા મળે છે.
મોરબીના રવાપર ગામની સોસાયટીમાં ગટરના પાણી ભરાયા, લોકો ત્રાહિમામ - COVID-19 virus
કોરોના મહામારીથી ગુજરાત અને દેશ જ નહિ સમગ્ર દુનિયામાં હાહાકાર છે.મોરબીમાં તંત્રના પાપે ગંદકીની ભરમાર જોવા મળે છે. રવાપર ગામ નજીક ઉભરાતી ગટરની ગંદકીથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.
etv bharat
મોરબી શહેરના ગોપાલ એપાર્ટમેન્ટ અને આસોપાલવ એપાર્ટમેન્ટના ૫૦ થી વધુ લોકો રહે છે. ઉભરાતી ગંદકીથી વિસ્તારના રહીશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. તંત્રને ગંદકી અંગે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.