CM વિજય રુપાણીએ હાર્દિક પટેલ વિષે કરેલી ટીપ્પણીથી પાસના યુવાનો રોષે ભરાયા છે જેથી આમરણ ખાતે યોજાયેલી પાસની બેઠકમાં CMરૂપાણીના પૂતળાના દહનના કાર્યક્રમનું એલાન કરાયું હતું અને આજે મોરબી પાસ દ્વારા CMનું પુતળાદહન કરવામાં આવ્યું હતુ. જોકે પુતળા દહનની સંભાવનાને પગલે Aડીવીઝન પોલીસ ઉપરાંત LCB અને SOGટીમ નવા બસ સ્ટેન્ડ નજીક તૈનાત કરવામાં આવી હતી અને પાસના મનોજ કાલરીયા, અલ્પેશ કોઠીયા, નિકુંજ દેસાઈ તેમજ અમિત બોપલીયાની પોલીસે અટકાયત કરી હતી.
હાર્દિક પટેલ સામે ટીપ્પણીના વિરોધમાં CMના પુતળાનું દહન, 6ની અટકાયત - mrb
મોરબી: રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ કરેલી ટીપ્પણીના વિરોધમાં આજે પાસના કાર્યકરો દ્વારા મુખ્યપ્રધાનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જેને પગલે પોલીસે પાસના 6 યુવાનોની અટકાયત કરી હતી.
![હાર્દિક પટેલ સામે ટીપ્પણીના વિરોધમાં CMના પુતળાનું દહન, 6ની અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2877670-310-03cb927c-5e08-4da8-93c1-3b1f83e5cfbb.jpg)
સ્પોટ ફોટો
CMના પુતળાનું દહન
ત્યાર બાદપાસ કન્વીનર મનોજ પનારાએ અન્ય મિત્રનીસાથેરવાપર કેનાલ ચોકડી ખાતે CMનાપુતળાનુંદહન કર્યું હતું જેને પગલે પોલીસે બંને યુવાનોની અટકાયત કરી અને પુતળા દહનને પગલે પાસના 6યુવાનોનીઅટકાયત પણ કરવામાંઆવી હતી.