મોરબી: લોકડાઉન વચ્ચે છૂટને પગલે મોરબીનો પેપરમિલ ઉદ્યોગ શરુ તો થયો પરંતુ બહુ જલ્દી બંધ થઇ શકે છે.સરકારના આદેશ મુજબ મોરબીના વહીવટી તંત્રએ મોરબીના પેપરમિલ ઉદ્યોગને શર્તી મંજુરી આપી છે અને મોરબીના 50 પેપરમિલ એકમો પૈકી 25 જેટલા એકમો ધમધમતા થયા છે. રો મટીરીયલ્સની સમસ્યા ઉદ્યોગને સતાવી રહી છે, જે અંગે પેપરમિલ પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયા જણાવે છે કે, મોરબીના 25 જેટલા યુનિટ શરુ કરવામાં આવ્યા છે.
જોકે હાલની સ્થિતિમાં પેપરમિલ માટેનું રો મટીરીયલ્સ વેસ્ટ પેપર મળતા નથી આ રો મટીરીયલ્સ યુરોપ અને અમેરિકાથી આવતું હોય છે અને લોકડાઉનને પગલે સપ્લાય અટકી પડ્યા છે. હાલ એકમો પાસે આગામી 10 થી 15 દિવસનો રો મટીરીયલ્સનો સ્ટોક છે, પરંતુ સપ્લાય શરુ ના થઇ તો ઉદ્યોગ બંધ કરવા પડશે.