મોરબીઃ કોરોના લોકડાઉનને પગલે વાંકાનેર જ નહીં પરંતુ સમગ્ર મોરબી જિલ્લામાં પાનમાવાની કાળા બજારી થવા લાગી હતી અને વેપારીઓ ઊંચા ભાવ વસુલ કરતા હતા. જોકે હવે છૂટ આપવામાં આવી છે. છતાં હજુ કાળાબજારીની ફરિયાદો ઉઠતી હતી. જેથી કાળા બજારી રોકવા વાંકાનેરના ટાઉનહોલ ખાતે પાનમાવા અને બીડીનું વેચાણ રાખવામાં આવ્યું હતું.
વાંકાનેરમાં કાળાબજારી રોકવા ટાઉનહોલમાં પાનમાવા-બીડીનું વેચાણ કરવામાં આવ્યુુ
લોકડાઉનમાં સરકાર અને તંત્રએ છૂટ આપ્યા છતાં વાંકાનેરમાં હજુ પણ હોલસેલ વેપારીઓ દુકાન ખોલતા નથી અને પાછલા બારણે ઊંચા ભાવે વેચાણ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.
જેને પગલે વાંકાનેર ચીફ ઓફિસર દ્વારા 8 દુકાનો સીલ કરવામાં આવી હતી અને આ કાર્યવાહી બાદ બેઠક મળી હતી.
જેમાં ચાર વેપારી મુસ્લિમ સમાજના હોવાથી જે ઈદ બાદ દુકાન ખોલશે. તો અન્ય એક વેપારીએ દુકાન ખોલવાની ખાતરી આપી હતી જયારે બાકી ત્રણ વેપારી પાસે રહેલા સ્ટોકમાંથી જાહેર વેચાણ કરવામાં આવ્યું હતું.
વાંકાનેરના પૂર્વ નગરપતિના માર્ગદર્શન હેઠળ ટાઉન હોલ ખાતે જાહેર વેચાણ કરાયું હતું. જેમાં પાનમાવા અને બીડી ભાવથી જ વેચવામાં આવી હતી. જેથી વ્યસની લાઈનોઓની લાઇન લગાવી હતી અને ભાવથી પાનમાવા મળતા ખુશ જોવા મળ્યા હતા.