ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના લાલપર ગામ નજીક સેનેટરી એકમમાં લાગેલી આગ પર કાબુ - મોરબી થોરેટો સેનેટરીમાં રાત્રીના આગ ભભૂકી ઉઠી

મોરબી: લાલપર ગામ નજીક સેનેટરીના એકમમાં આગ લાગી હતી. આગની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને સાડા પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

morbi
મોરબી

By

Published : Jan 10, 2020, 12:49 PM IST

મોરબીના લાલપર ગામ નજીક આવેલ થોરેટો સેનેટરીમાં રાત્રીના આગ ભભૂકી ઉઠી હતી. બીજી તરફ આગની જાણ થતા મોરબી ફાયરની ૩ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જેમાં સાડા પાંચ કલાકની જહેમતે આગ કાબુમાં આવી હતી. આ આગ કારખાનામાં ઘાસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

લાલપર ગામ નજીક સેનેટરીના એકમમાં લાગેલ આગ પર કાબુ

ફાયરની આ કામગીરીમાં વિનય ભટ્ટ, જયપાલસિંહ, ઉત્પલ બારોટ, રવિ સોલંકી, દિનેશ પડાયા, સલીમ ચોબે, કિશન ભટ્ટ, વસીમ મેમણ, રુકેશ સોલંકી અને હિતેશ દવે સહિતની ફાયરની ટીમે જહેમત ઉઠાવી હતી.

ABOUT THE AUTHOR

...view details