ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદમાં પાન બીડીના હોલસેલરોની નીતિરીતી સામે નાના વેપારીઓ-બંધાણીઓમાં આક્રોશ - Kada Bazaar of Pan Badi in Halwad

હળવદમાં પાન બીડીના વેપારીઓને દુકાનો ખોલવા માટેની મંજૂરી આપવામાં અવી છે. છતા હોલસેલરો દુકાનો નહીં ખોલી અને કાળાબજારી કરી ઉંચા ભાવે પાન બીડી વેચતા નાના વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.

હળવદમાં પાન બીડીના હોલસેલરોની નીતિરીતી સામે નાના વેપારીઓ-બંધાણીઓમાં આક્રોશ
હળવદમાં પાન બીડીના હોલસેલરોની નીતિરીતી સામે નાના વેપારીઓ-બંધાણીઓમાં આક્રોશ

By

Published : May 25, 2020, 7:46 PM IST

મોરબીઃ હળવદમાં પાન બીડીના વેપારીઓને દુકાનો ખોલવા માટેની મંજુરી આપવામાં અવી છે. જો કે કલાકો સુધી લોકો પાન બીડી લેવા માટે લાઈનમાં ઉભા રહે છે. તો પણ હોલસેલરો દુકાનો ખોલવા માટે આવતા નથી જેથી કરીને પરસેવો પાડીને ના છુટકે લોકોને ખાલી હાથે તેના ઘરે પાછા જવું પડે છે, ત્યારે હોલસેલરોની નીતિરીતી સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

હળવદમાં પાન બીડીના હોલસેલરોની નીતિરીતી સામે નાના વેપારીઓ-બંધાણીઓમાં આક્રોશ

હળવદના દરેક વિસ્તારમાં દૂધ વાળાની દુકાને જેટલી લાઈન નથી હોતી તેટલી લાઈનો હાલમાં પાન બીડીના વેપારીઓની દુકાન પાસે હોય છે અને વહેલી સવારથી લોકો તેના બંધાણની વસ્તુઓ લેવા માટે દુકાનોની બહાર ગોઠવાઈ જાય છે.

તેવી જ રીતે નાના વેપારીઓ પણ તેના ગલ્લા ચાલુ કરવા માટે પાન બીડીના હોલસેલરની દુકાને લાઈનમાં ગોઠવાઈ જાય છે જો કે, વેપારીઓ છેલ્લી ઘડીએ તેની દુકાન ખોલતા નથી. જેથી નાના વેપારીઓ અને બાંધણીઓને કલાકો સુધી લાઈનમાં બેસવા છતાં પણ માલ મળતો નથી માટે જે હોલસેલરો તેની દુકાનોને ખોલવાના ન હોય તેમને તેની દુકાનની બહારના ભાગમાં રાતે જ દુકાન બંધ રહેશે તેવા પાટિયા લગાવી દેવા જોઈએ તેવી લાગણી નાના વેપારીઓએ વ્યક્ત કરી છે.

હોલસેલ વેપારીઓ દ્વારા કાળા બજાર કરતા હોવાથી છતાં માલે નાના વેપારીઓ અને ગ્રાહકોને માલ આપતા નથી. જે બાબતની જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. હોલસેલના વેપારી પાસે માલ હોવા છતાં માલ આપતા નથી અને અમુક હોલસેલ વેપારીઓ ડબલ ભાવ લયને વેચાણ કરે છે. 25 રૂપિયાની એક ઘડી બીડી વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

પાનના ગલ્લા વાળાને પણ માલ ન આપતા હોવાથી ગલ્લા વાળા વેપારીઓમાં આક્રોશ જોવા મળે છે, હળવદ તંત્ર માત્ર અને માત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું છે અને ચૂપચાપ તમાશો જોઈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી છે, લોકડાઉન 4માં છૂટછાટ મળીને 5 દીવસ વિતીજવા છતા નાના વેપારીઓ અને ગાહકોને પૈસા આપવા છતાં વસ્તુઓ મળતી નથી, તો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ઉકેલ લાવવા લોકોની માગ છે.

ABOUT THE AUTHOR

...view details