ગુજરાત

gujarat

ETV Bharat / state

RTOના કામકાજમાં હવે લોકોને મળશે રાહત, ઑનલાઇન પેમેન્ટની સુવિધાનો પ્રારંભ - morbi

મોરબી: રાજ્ય સરકાર દ્વારા વિવિધ સેવાઓ હવે નાગરિકોની સરળતા માટે ઑનલાઈન કરવામાં આવી રહી છે. ત્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ઑનલાઈન સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. જેથી વહીવટીમાં પારદર્શકતા આવી શકે આ સાથે સાથે સરકારી કામકાજ ઝડપી બની શકે.

RTO અધિકારી

By

Published : May 18, 2019, 10:10 PM IST

મોરબી RTO કચેરી પણ આધુનિક બની ગઈ છે. અગાઉ લાયસન્સ સહિતની કામગીરી ઑનલાઈન થઇ રહી હોવાથી હવે પછીથી RTOને લગતા વિવિધ કામકાજ માટેનું પેમેન્ટ પણ ઑનલાઈન કરવાની સુવિધા નાગરિકોને આપવામાં આવી રહી છે. જેથી લાયસન્સ કે અન્ય કામકાજ માટે અરજદાર ઘરે બેઠા જ પેમેન્ટ કરી શકે.

RTOના કામકાજમાં હવે લોકોને મળશે રાહત, ઑનલાઇન પેમેન્ટની સુવિધાનો પ્રારંભ

આ સુવિધાના કારણે લોકોનો સમય અને શક્તિની બચત થઇ શકે છે. સાથે જ અરજદારોને અગાઉ પેમેન્ટ માટે લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું, જેથી સમયનો વેડફાટ થતો હતો. તો હવે ઑનલાઈન પેમેન્ટને પગલે નાગરિકો સાથે છેતરપીંડિની ઘટનાઓની શક્યતાઓ નહી રહે. આ સાથે જ વિવિધ કામકાજ માટે સરકારે નિયત કરેલી ફી ઑનલાઈન ભરી શકાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન પેમેન્ટની સુવિધાને અરજદારો પણ આવકારી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details