મોરબી: વરીયાનગર વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન LCB PI વી. બી. જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફના ભરતભાઈ જીલરીયા અને દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે, મોરબીના સો-ઓરડી વિસ્તારમાં આવેલા વરીયાનગરમાં રહેતા સંદીપ બેચરભાઈ ચાઉં (ઉ.૨૮) વાળાએ રહેણાંક મકાનની બાજુમાં આવેલા પડતર મકાનમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો છે.
મોરબીના વરીયાનગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો - મોરબી જિલ્લા પોલીસ વડા
મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડીના વરીયાનગરમાંથી પડતર મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને મોરબી LCB ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગર
મળેલી બાતમીના આધારે દરોડો પાડી ઘટના સ્થળેથી દારૂની બોટલ નંગ-198 કિંમત રૂ. 91,080 સાથે આરોપી સંદીપને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.