મોરબી : વાંકાનેરના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા તુરંત વિસ્તારના 42 ઘરના 250 રહીશોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે સર્વે કામગીરી શરુ કરી દીધી છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીનો પેટ્રોલપંપ અને વાડી છે તથા તેના વાડીમાં કામ કરતા તેમજ ઘરે કામ કરતા 13 લોકો અને પેટ્રોલ પંપના 3 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
વાંકાનેરમાં કોરોના પોઝીટીવ દર્દીના પેટ્રોલપંપના સ્ટાફને હોમ કોરોન્ટાઈન કરાયો - wankaner corona case
વાંકાનેરના અરુણોદય વિસ્તારના વૃદ્ધને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. જે બાદ આ વિસ્તારના રહીશોને હોમ કોરોન્ટાઈન કરવા ઉપરાંત દર્દીના પેટ્રોલપંપ, ઘરના સ્ટાફ સહિતના લોકોને પણ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
વાંકાનેરમાં કોરોના પોઝીટીવ દર્દીના પેટ્રોલપંપના સ્ટાફને હોમ કોરોનટાઈન કરાયો
દર્દી વાંકાનેરના જેટલા લોકોના સંપર્કમાં આવ્યો હતો તેવા કુલ 20 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દર્દીના સંપર્કમાં આવેલા વધુ લોકોની તપાસ કરી રહી છે.