- મોરબીમાં ત્રિપલ સવારી બાઈકને કારે હડફેટે લેતા એકનું મોત
- ખેત મજુરોને ખેતર દેખાડી ઘરે પરત મુકવા જતા નડ્યો અકસ્માત
- યુવાનનું સ્થળ પર નીપજ્યું મૃત્યુ
મોરબી: RTO કચેરી નજીક બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય લોકોને ઈજા થતા તેને સારવાર મતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:તળાજાના પસ્વી નજીક એસટી અને કાર વચ્ચે અકસ્માતમાં દંપતિનું મોત
કાર અને એક બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
મોરબીની જૂની RTO કચેરી પાસે કાર અને એક બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક સવાર ભરતભાઈ માનસિંગભાઈ પારઘીનું મોત નીપજ્યું છે. જ્યારે બાઇક પર રહેલા પંકેશભાઈને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાઈક ચાલક અનિલભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. તો ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ PM માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:હળવદ હાઇવે પર બંધ ટ્રક પાછળ બીજો ટ્રક ઘૂસી જતા ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત
ખેતર માલિક અનિલભાઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા
વધુમાં માહિતી મળી હતી કે મરણજનાર ભરતભાઈ પારધી અને પંકેશભાઈ બંને ખેત મજુરો છે અને અમરેલી ગામે અનિલભાઈનું ખેતર જોવા માટે ગયા હતા. બાદમાં અનિલભાઈ તેમનું ખેતર દેખાડીને તેના ઘરે મુકવા જઈ રહ્યા હતા દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે કારના ચાલકે ત્રિપલ સવારી બાઈકને હડફેટે લીધું હોય અને ભરતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.