ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેર તાલુકામાં અકસ્માતના બે બનાવોમાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત - વાંકાનેર

મોરબી જિલ્લામાં આવેલા વાંકાનેર તાલુકાના સિંધાવદર ખીજડીયા રોડ વચ્ચે કાર અને છકડો રીક્ષા અથડાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જ્યારે વાંકાનેરના કોઠારિયા ગામની સીમમાં બાઈક ઓવરટેક કરવા જતા સામેથી આવતી છકડો રિક્ષા સાથે અથડાયું હતું. જેમાં બાઈકસવાર યુવાનનું મોત થયું હતું, તો અન્ય બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસ આ અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાંકાનેર અકસ્માત
વાંકાનેર અકસ્માત

By

Published : Dec 27, 2020, 8:30 PM IST

  • વાંકાનેર તાલુકા પંથકમાં અકસ્માતના બે ઘટના બની
  • છકડો રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 2 ઇજાગ્રસ્ત
  • કાર અને છકડો રિક્ષા અથડાતા એક ઇજાગ્રસ્ત

મોરબી : વાંકાનેરના ખીજડીયા રાજના રહેવાસી દેવજીભાઈ જીવનભાઈ ફાંગલીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, કારચાલકે કાર પુરઝડપે ચલાવી સિંધાવદર ખીજડીયા વચ્ચે રોડ પર ફરિયાદી દેવજીભાઈની છકડો રિક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચી હતી. જે બાદ આરોપી પોતાની કાર લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના કોઠારિયા ગામે બાઈકને રિક્ષાનો અકસ્માત

જ્યારે ટંકારાના સજ્જનપર ગામની સીમમાં રહીને મજુરી કરતા પંકજ દિપાભાઇ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, સુકાભાઈ ધારસિંગ સંગાડા વાળા યુવાને મોટરસાયકલ લઈને જતા હતા. જે દરમિયાન કોઠારિયા ગામની સીમમાં વાંકાનેર લજાઈ રોડ પર ઓવરટેક કરતા સમયે સામેથી આવતી છકડો રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર સુકાભાઈ ધારસિંગભાઈ સંગાડાનું મોત થયું હતું. જયારે ફરિયાદી પંકજભાઈ ભીલ અને રિક્ષાચાલકને ઈજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે આ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details