- ટંકારાના મોટા ખીજડીયા નજીક અકસ્માત
- અકસ્માતમાં 1 અજાણ્યા યુવાનનું મૃત્યુ નિપજ્યુ
ટંકારાના મોટા ખીજડીયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે મજુરનું મોત - Gujarat News
ટંકારાના મોટા ખીજડીયા નજીક અજાણ્યા વાહનની ઠોકર લાગ્યા બાદ બાઈક રોડની નીચે ઉતરી જઈને ઝાડ સાથે અથડાયું હતું આ અકસ્માતમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચતા મૃત્યું નિપજ્યુ હતુ.
મોરબીઃ ટંકારાના મોટા ખીજડીયા નજીક અજાણ્યા વાહનની ઠોકર લાગતા યુવાનનું મોત થયું હતું. બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ટંકારાના નાના ખીજડીયાના રહેવાસી રમેશભાઈ રાણાભાઇ લાઘવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના ભાઈ મોરબી પરત આવતા હતા. તે દરમિયાન મોટા ખીજડીયા નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા બાઈક પરથી યુવાને કાબુ ગુમાવી દીધો હતો અને બાઇક રોડથી નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાતા ફરિયાદીના ભાઈ હસમુખભાઈ લાઘવાનું ગંભીર ઈજાઓ પહોંચતા તેમનુ મૃત્યુ થયુ હતુ. ટંકારા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી.