ગુજરાત

gujarat

ETV Bharat / state

અહીં એપાર્ટમેન્ટમાં આગ લાગતા ફાયર બ્રિગેડ તો આવી પણ પાણીનો પંપ બંધ, એકનું મોત - morbi latest news

મોરબીઃ શહેરના વાવડી રોડ પર આવેલ રહેણાંક એપાર્ટમેન્ટમાં આગ લાગતા સ્થાનિક લોકો એકઠા થઈ ફાયર ફાઈટરને જાણ કરતા ફાયરની ટીમ ધટના સ્થળે પહોચી હતી, પરંતુ ફાયર ફાઈટરની ખામી સર્જાતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

Morbi
મોરબીના એપાર્ટમેન્ટમાં આગ

By

Published : Jan 18, 2020, 11:32 AM IST

Updated : Jan 18, 2020, 12:47 PM IST

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્કમાં સાહેબ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી, જોકે આગની જાણ થતા સ્થાનિકો એકઠા થયા હતા અને ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી તો ફાયરની ટીમ ધટના સ્થળે પહોચી હતી, પરંતુ પાણીનો પંપ ચાલુ થઇ શક્યો નહતો અને આગ પર પાણીનો મારો ચલાવવા માટે બીજું ફાયર ફઈટર બોલાવવું પડ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો. વહેલી સવારના મકાનના ત્રીજા માળે આગ લગતા તેમાં રહેતા બે વ્યક્તિમાંથી અશોકભાઈ ભગીરથ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. જેમના પત્ની સમયસુચકાતા સાથે બહાર નીકળી જતા આબદ બચાવ થયો હતો.

મોરબીના વાવડી રોડ પર એપાર્ટમેન્ટમાં આગ લાગતા એકનું મોત

ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને ધટનાની જાણ થતા મોરબી A ડિવિઝન પોલીસ, 108ની ટીમ દોડી આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મોરબી ઔધોગિક નગરી તરીકે વિકાસ પામ્યું છે, તેમ છતાં પણ મોરબી ફાયરની જરૂરી સુવિધાથી વંચિત જોવા મળી રહ્યું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ફાયરની જોઈતી સુવિધા આપવામાં આવી નથી અને ફાયરની ટીમ ટોચના સાધનો વડે કામગીરી કરતી હોય છે, જેથી અપૂરતા સાધનોના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળે છે. જો મોરબી ફાયરને પૂરતી સુવિધા આપવામાં આવે તો સ્થાનીકો સાથેના ધર્ષણના બનાવો અટકી શકે છે.

Last Updated : Jan 18, 2020, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details