ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના લગધીરપુરના સરપંચનો સાગરીત લાંચ લેતા ઝડપાયો

મોરબીઃ લખધીરપુર ગામની સરકારી જમીનનો બોરનો ઉપયોગ કરવા માટે સરપંચે 30 હજારની લાંચની માંગ કરી હતી. જેમાં 20 હજારની લાંચની રકમ સ્વીકારતો શખ્સ ઝડપાયો છે. જયારે સરપંચ નાસી જતા તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 16, 2019, 11:40 PM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીએ લગધીરપુર ગામની સરકારી પડતર જમીનમાં બોર કરી તેમાંથી પાણી કાઢી ગામની નજીકના સિરામિક ફેકટરીમાં પીવાનું પાણી પોતાના ટેન્કરો દ્વારા વિતરણ કરવા માગતા હતા. જેને પગલે આરોપી લગધીરપુર ગ્રામ પંચાયત સરપંચ જગદીશભાઈ જાદવે ગામના પાણીનો બોર ઉપયોગ કરવા માટે રૂપિયા 30 હજારની લાંચની માંગણી કરી હતી.

જેમાં અગાઉ તારીખ 7ના રોજ રૂપિયા 10,000 લીધા હતા અને બાકીના રૂપિયા 20 હજાર આપવાનો વાયદો કર્યો હતો પરંતુ, ફરિયાદીને લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી ACBમાં ફરિયાદ કરી હતી. જેના પગલે જામનગર ACB પોલીસ મથકના ઇન્ચાર્જ PI પી.વી. પરગડુએ ખોડીયાર હોટલ લગધીરપુર પાસે નક્કી કરેલ સ્થળે ટ્રેપ ગોઠવી લાંચની રકમ સ્વીકારતા પોકરલાલ વેણીરામ ગુર્જર ઝડપી લીધો હતો. જયારે હાલ આરોપી સરપંચ નાસી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details