- મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે વૃદ્ધાનું મોત
- માલગાડીની ટક્કરે 90 વર્ષીય વૃદ્ધાનું ઘટનાસ્થળે નિપજ્યું મોત
- ઘટનાની જાણ થતા નજીકમાં જ રહેતા પરિવારજનો દોડી આવ્યા
90 વર્ષીય વૃદ્ધા રેલવે ટ્રેક ઓળંગી રહ્યાં હતાં
મોરબી: નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે માલગાડીની અડફેટે વૃદ્ધાનું મોત - મોરબી ન્યૂઝ
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક ઓળંગી રહેલા વૃદ્ધાનું માલગાડી અડફેટે આવી જતા કરૂણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે રેલ્વે પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી : રેલવે સ્ટેશન નજીકથી પસાર થતો રેલવે ટ્રેક ઓળંગતી વખતે નજીકમાં જ રહેતા મણીબેન ખીમાભાઇ શિયાળ(ઉં.વ.૯૦) નામના વૃદ્ધા માલગાડીની અડફેટે આવી ગયા હતા. અકસ્માતને પગલે તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા પરિવારજનો દોડી આવ્યા
બનાવની જાણ થતા રેલ્વે પોલીસના રતિલાલભાઈ અને બી ડીવીઝન પોલીસ મથકના ફિરોજભાઈ સહિતની ટીમ દોડી આવી હતી અને વૃદ્ધાનાં મૃતતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની જાણ નજીકમાં જ રહેતા પરિવારજનોને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. પરિવારનાં સૌથી વયોવૃદ્ધ સભ્યનું આ પ્રકારે અકસ્માતમાં મોત નિપજતા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.