માળીયા હાટીનાના સમઢીયાળા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગામજનો દ્વારા કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા ચુકવતા એન્જટો તેમજ IRD અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ ગામજનોએ કર્યો છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર મકાનના બાકી રહેલા હપ્તા મેળવવા માટે રૂપિયા 20 હજાર સુધીની લાંચ માંગવામાં આવી હતી, જેમાં અધિકારીઓ તેમજ એજન્ટોએ લાંચ લીધી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. લોકોએ અધિકારીઓને રૂપિયા પણ આપ્યા છતાં પણ મકાનના હપ્તા પાસ ન થતા વડાપ્રધાન, મુખ્યપ્રધાન સહિતને પત્ર દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે. ગામજનો દ્વારા 57 પત્ર લખી રજુઆત કરવા છતાં પણ તંત્ર આ બાબતે મૌન સેવી રહ્યું છે.
માળીયા હાટીનામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અધિકારી દ્વારા લાંચ લેવાતી હોવાનો લોકોએ કર્યો આક્ષેપ - સમઢીયાળા
જૂનાગઢઃ માળીયા હાટીનાના સમઢીયાળા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે. ભ્રષ્ટાચારની તપાસ કરવા ગામના લોકો દ્વારા વડાપ્રધાન, મુખ્યપ્રધાન સહિતને પત્ર લખી તપાસ કરવા માંગ કરવામાં આવી છે.
Maliya hatina officers asks for money in government house scheme in maliya maliya news corruption news in gujarat gujarat corruption news maliya corruption news
ન્યાય સમિતિ ચેરમેન દિપકભાઈ ગોહેલે રજુઆત કરતા જણાવ્યું કે, જો તપાસ કરી યોગ્ય પગલા નહીં લેવાય તો, ગાંધી માર્ગે ચાલી આંદોલન કરવામાં આવશે.