બનાવની મળતી માહિતી મુજબ, માળિયા તાલુકાના સુલતાનપુર ગામ પાસે આવેલી ધોડાધ્રોઈ નદીમાં અનેક માછલાના મોત થયા હોય જે અંગે ગામના સરપંચને જાણ થતા સરપંચ અને ગ્રામજનો નદીના કાંઠે પહોંચ્યા હતા અને અસંખ્ય માછલાના મોત થયા હોય તેની ખાત્રી થયા બાદ આ અંગે તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.
માળિયાની ધોડાધ્રોઈ નદીમાં અસંખ્ય માછલીના મોતથી અરેરાટી - maliya news
મોરબી: માળિયા તાલુકાના સુલતાનપુર નજીક આવેલી નદીમાં અસંખ્ય માછલાના ટપોટપ મોત થયાની જાણ થતા ગામના સરપંચ સહિતના આગેવાનો દોડી ગયા હતા અને અસંખ્ય માછલાના મોતથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.
morbi
જે બનાવ અંગે સરપંચે જણાવ્યું હતું કે, નદીમાં માછીમારીના ઈરાદે અજાણ્યા ઇસમોએ ઝેરી પદાર્થ નાખ્યો હોય તેવી આશંકા જણાઈ રહી છે અને ઝેરી પદાર્થને પગલે અસંખ્ય માછલાના મોત થતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી સાથે ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે.