શુક્રવારે NSUI આગેવાનોએ એલ ઈ કોલેજ ખાતે ધરણા કરીને હોસ્ટેલના આસી. રેક્ટરને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. કોલેજમાં આંદોલનને પગલે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સતર્કતા દાખવી હતી.
મોરબીમાં NSUI આવ્યું વિદ્યાર્થીઓને વ્હારે - gujarat
મોરબીઃ શહેરમાં NSUIના આગેવાની હેઠળ શુક્રવારે એલ ઈ કોલેજ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પૂર્વે કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓને રહેવા દેવા મામલે આસી. રેક્ટર સાથે બોલાચાલી થઇ હતી અને બાદમાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી મામલો ગરમાયો હતો અને સમગ્ર મામલો શાંત થવાને બદલે ઉગ્ર બન્યો હતો.
MRB
જોકે, હાલ કોલેજના પ્રિન્સીપાલ મેડીકલી લીવ પર હોય જેથી NSUIની માગ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને પ્રિન્સીપાલ મેડીકલી લીવ પરથી પરત ડ્યુટી પર પરત ફરે ત્યારે આ બાબતે નિર્ણય કરવામાં આવી શકે તેવી માહિતી કોલેજ સુત્રો પાસેથી મળી રહી છે.