ગુજરાત DGPની સુચનાથી તા. ૦૨-૦૬ થી ૧૦-૦૬ સુધી પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિ રોકવા ડ્રાઈવ નિમાઈ છે. જે હેેઠળ મોરબી જિલ્લાના પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને DYSP બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પોલીસ મથકના P.I.I એમ.કોંઢીયાની સુચનાથી બી ડીવીઝન સ્ટાફના પી.એમ.પરમાર, કિશોરદાન ગઢવી, એ.પી.જાડેજા અને ભાનુભાઈ બાલાસરા સહીતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીના આધારે પીયુષ ઉર્ફે ખારો બાલુભાઈ ઉર્ફે બાબુભાઈ કુવરિયા (રહે-શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાછળ) મફતિયા પરામાં વાળાના કબ્જાની ઓરડીમાંથી દેશી દારૂ લીટર ૨૦૦ કીમત રૂ.૪૦૦૦ નો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના રહેણાંક મકાનમાંથી પકડાયો દેશી દારૂનો જથ્થો - Caught liquor
મોરબીઃ મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતિયાપરામાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હવે તો રહેણાંક મકાનમાંથી પકડાઇ છે દેશી દારુના જથ્થા..
રાજ્યના DGP દ્વારા કરવામાં આવેલ આદેશને પગલે મોરબી પોલીસે દારૂના ધંધાર્થીઓ પર દરોડા કાર્યવાહી શરૂ કરી છે અને આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવા સંકેત મળી રહ્યા છે.