ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Crime: રાજકોટનો નામચીન બુટલેગર પિસ્તોલ સાથે ટંકારામાંથી ઝડપાયો

રાજકોટનો નામચીન બુટલેગર પિસ્તોલ સાથે (Morbi Crime) ટંકારામાંથી પોલીસએ ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા પોલીસએ બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

Morbi Crime: રાજકોટનો નામચીન બુટલેગર પિસ્તોલ સાથે ટંકારામાંથી ઝડપાયો
Morbi Crime: રાજકોટનો નામચીન બુટલેગર પિસ્તોલ સાથે ટંકારામાંથી ઝડપાયો

By

Published : Jan 31, 2023, 11:03 AM IST

મોરબી: અપરાધીઓ ગુનો આચરીને નાસતા ફરતા હોય છે જાણે તેમને કોઈ કેદ ન કરી શકે. પરંતુ ગુજરાતના બાહોશ પોલીસકર્મીઓ આ આપરોધીઓને કોઈ પણ સ્થળેથી શોધી લે છે. તેને કાયદાના સકંજામાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. ત્યારે આવો જ કિસ્સો મોરબી જિલ્લામાં બન્યો, જ્યાં એલ.સી.બી. પોલીસે રાજકોટના નામચીન બુટલેગરને પિસ્તોલ સાથે ટંકારા તાલુકાના સરાયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપ્યો હતો. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો Morbi : વ્યાજખોરીના ભડકાને બાળવા પોલીસની જનસંપર્ક સભા, 18 નાગરિકોએ કરી રજૂઆત

ચોક્કસ બાતમી:આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન પોલીસકર્મીઓ સુરેશ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા અને વિક્રમ ફુગસીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટનો નામચીન બુટલેગર ફીરોઝ હાસમ સંધી હથિયાર સાથે સરાયા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલો છે. જે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ, પડધરી પોલીસ સ્ટેશન તેમજ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુના તળે ચોપડે ચડી ચૂક્યો છે. હાલ પોલીસ મથકમાથી ફરાર થઈને વિહરી રહ્યો છે.

આ પણ વાંચો Morbi Crime : કચ્છ જતો દારુ મોરબી એલસીબીએ પકડ્યો, સ્ક્રેપની આડમાં દારૂની ખેપ કરતાં 2ની ધરપકડ

પોલીસ ઘટના સ્થળે:આ બાતમીને આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પડ્યા હતા. જ્યાં આરોપી ફિરોઝ મળી આવ્યો હતો. જ્યાં પોલીસ તપાસમાં તેની પાસેથી રૂપિયા 10000 કિમતની દેશી બનાવટની મેગ્જીન વાળી પિસ્તોલ, રૂપિયા 400ની કિમતના ચાર નંગ જીવતા કાર્ટીસ, રૂપિયા ૫૦૦ની કિમતનું ખાલી મેગ્જીન, રૂપિયા 10000નો કિમતનો મોબાઈલ ફોન, રૂપિયા 500નો કિમતના એક ડોંગલ સહિત કુલ રૂપિયા 21400 મુદામાલ સાથે મળી આવ્યો હતો.

પ્રોહીબીશનની પ્રવૃતિ:પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી ફિરોઝ છેલ્લા વીસેક વર્ષથી પ્રોહીબીશનની પ્રવૃતિ કરે છે. જેમાં તે રાજકોટ શહેરના ગ્રાંધીગ્રામ, કુવાડવા, થોરાળા, એરપોર્ટ, બી ડીવીજન, ડી.સી.બી. પોલીસ મથક તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધીકા, જસદણ, પડધરી, ગોંડલ, કોટડા સાંગાણી, શાપર વેરાવળ, તથા મોરબી જિલ્લાના વાંકાનેર સીટી, વાંકાનેર તાલુકા, ટંકારા, મોરબી તાલુકા, તેમજ સાબરકાંઠાજિલ્લાના હીંમતનગર, તથા મધ્ય પ્રદેશ રાજયમાં પણ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં તેમજ પાંચેક વખત પાસામાં પકડાયેલ છે.

પોલીસની કામગીરી:આવા ગંભીર ગુનાઓ આચારનાર આરોપી ફિરોઝ પાસેથી એલ.સી.બી. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ ટંકારા પોલીસ ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અ કામગીરી એલ.સી.બી. પોલીસના ડી.એમ.ઢોલ, કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીનો સ્ટાફ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details