ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં બે PUC સેન્ટરો વધુ ફી લેતા હોવાની જાણ થતા RTOએ પાઠવી નોટીસ

મોરબી: ટ્રાફિકના નવા નિયમો બાદ આકરા દંડથી બચવા વાહનચાલકો જરૂરી દસ્તાવેજો જેવા કે લાયસન્સ, હેલ્મેટ અને PUC મેળવવા માટે હવે દોડધામ કરી રહ્યાં છે. મોરબીમાં શનાળા રોડ પર બે સ્થળોએ PUC સેન્ટરમાં વાહનચાલકોની લાંબી લાઈનના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

By

Published : Sep 18, 2019, 10:13 PM IST

etv bharat morbi

હાલ PUC મેળવવા વાહનચાલકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે આ મોકાનો ફાયદો ઉઠાવીને PUC સેન્ટર સંચાલકો કમાણી કરી લેવાની ભાવનાથી નિયત ફી કરતા વધુ રૂપિયા વસુલતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી છે.

મોરબીમાં બે PUC સેન્ટરો વધુ ફી લેતા હોવાની જાણ થતા RTOએ પાઠવી નોટીસ

ટૂ વ્હીલર માટે નક્કી કરેલ ૨૦ રૂપિયા ફીને બદલે ૪૦ રૂપિયા અને ફોર વ્હીલર માટે ૫૦ની ફી સામે ૧૦૦ રૂપિયા વસુલાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. જે મામલે મોરબી આરટીઓ અધિકારી જે .કે. પટેલને જાણ થતા PUC સેન્ટરમાં નિયત ફી કરવા વધુ ભાવ લેવાતા હોવાની ગ્રાહકોની ફરિયાદ મળી હતી. આ બાબતે બંને સેન્ટરોને કારણ દર્શક નોટીસ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details