બનાવની મળતી વિગત મુજબ માળિયા તાલુકાના વેણાંસર ગામે સાંજના સુમારે નીલગાયનો શિકાર કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ઘટનાની જાણ થતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. બાદમાં ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અનિલભાઈ, એન.જે. ચૌહાણ અને જનકસિંહ સહિતનો સ્ટાફ વેણાંસર ગામે પોહચી ગયો હતો. નીલગાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. તેમજ 5 શખ્સો દ્વારા દેશી બંદુક વડે ગોળી મારીને નીલગાયની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનુ ફોરેસ્ટ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું.
માળિયામાં નીલગાયના શિકાર કેસમાં 3 આરોપીની ધરપકડ - Gujarati News
મોરબીઃ જિલ્લાના માળિયા તાલુકાના વેણાંસર ગામે નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની ધટના પ્રકાશમાં આવી છે. ધટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ દોડતું થયું હતું. નીલગાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને શંકાના આધારે ૩ શખ્સોને ઝડપી પાડયા હતા.
બાદ આરોપી હનીફ સુલતાન, જુનેદ ઈસ્માઈલ અને સુલતાન હુશેન એમ 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેને કોર્ટમાં રજૂ કરતા 3એ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે, તો નીલગાયના શિકારમાં ફરાર અન્ય 2 શખ્શોની શોધખોળ ચલાવવામાં આવી છે. નીલગાયના શિકારમાં આરોપીઓએ હથિયારનો ઉપયોગ કર્યો હોવાથી ,જેથી પોલીસે આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટનો અલગ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ સાથે જ 2 ફરાર આરોપીને પકડી લેવા પોલીસની ટીમો વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. હથિયારોનો ઉપયોગ થયો હોવાથી આર્મ્સ એક્ટનો ગુન્હો નોંધાશે.