ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી સિરામિક એકમોને પ્રદુષણ કરવું પડશે ભારે, ભરવો પડી શકે છે લાખોનો દંડ - pollution report

મોરબી: નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા થોડા સમય પૂર્વે સિરામિક એકમોમાં વપરાતા તમામ પ્રકારના કોલગેસ પ્રતિબંધ અંગે ચુકાદો આપ્યો છે. જેને પગલે મોરબીની ૫૫૦ થી વધુ સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ બંધ કરવામાં આવ્યા છે. જો કે, અગાઉ કોલગેસ વાપરતા યુનિટો દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવાયું હોય જેને પગલે એનજીટી કોર્ટના આદેશ મુજબ હાઈકોર્ટના નિવૃત જજ બી.સી પટેલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરીને મોરબીના બેલા રોડ, લખધીરપુર રોડ, જાંબુડિયા ગામ, રફાળેશ્વર તળાવ, માટેલ રોડ, પાનેલી રોડ સહિતના સિરામિક ઝોન વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : May 17, 2019, 5:39 AM IST

જેમાં પાણી, હવા અને જમીનનું પ્રદુષણ ઉડીને આંખે વળગ્યું હતું એટલું જ નહિ પરંતુ પીવાનું પાણી દુષિત થઇ ચુક્યું હોય જેથી કમિટીના મેમ્બરો પણ ચોકી ઉઠ્યા હતા. મોરબીમાં ૯૦૦ થી વધુ સિરામિક ફેક્ટરી પૈકીના ૫૬૮ યુનિટમાં અગાઉ કોલગેસ વપરાતો હતો તેના કેમિકલયુક્ત દુષિત પાણી, ટાર વેસ્ટ ફેંકવામાં આવતા હતા. આટલું ઓછુ હોય તેમ ટાઈલ્સનો ભંગાર અને અન્ય ભંગાર પણ ગમે ત્યાં ફેકેલો જોવા મળ્યો હતો. જેને પગલે કમિટીએ આ મામલે ધગધગતો રીપોર્ટ સુપરત કર્યો છે. જેમાં અગાઉ બેફામ પ્રદુષણ ફેલાવી ચુકેલા કોલગેસ વપરાશ કરનારાઓ સામે લાલ આંખ કરીને પ્રતિદિનના ૫૦૦૦ રૂપિયાના હિસાબે વાર્ષિક ૧૮.૨૫ લાખનો દંડ ફટકારવાની દરખાસ્ત કરવામાં આવી છે ત્યારે જો આ દરખાસ્તને મંજુરી આપવામાં આવે તો મોરબીના સિરામિક એકમોને લાખોનો દંડ ભરવો પડી શકે છે.

મોરબી સિરામિક એકમોને પ્રદુષણ કરવું પડશે ભારે, ભરવો પડી શેકે છે લાખોનો દંડ

ABOUT THE AUTHOR

...view details