મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને મજબુત કરવા તેમજ ચીનથી આવતા અબજો રૂપિયાના માલની આયાત બંધ કરવા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિએ પહેલ કરી છે. મોરબીના ઓરેવા ગૃપના જયસુખભાઈ પટેલના નેતૃત્વમાં ઘડિયાળ ઉદ્યોગે ચીનની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વિચારને ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલ 150 ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્વીકારી લઈને બધા સાથે મળીને સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે.
- મોરબી બની શકે છે ઈન્ડસ્ટ્રીયલ હબ
- ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા 150 ઇન્ડસ્ટ્રીઝ નહીં કરે ચીનથી આયાત
- પ્લાસ્ટિક આઈટમ, ઇલેક્ટ્રિક આઈટમ, મેન્યુફેકચરીંગનો 50 વર્ષથી વધુનો અનુભવ
- પ્રોડક્ટ ડીઝાઇનથી માંડીને પેકિંગ સુધીની તમામે તમામ ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં ઉપલબ્ધ
- ચાઈના જેવી જ વસ્તુ તેનાથી સારી ક્વોલીટી અને સારા રેટમાં તૈયાર થશે
- ચીનથી આયાત બંધ કરી દેશની અંદર જ અકલ્પનીય રોજગારીનું સર્જન થશે