મોરબીમાંથી મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી - Gujrati news
મોરબી: જિલ્લાના વાંકાનેરમાં કુમળા ફુલ જેવી નવજાત બાળકી સતાપર ગામમાં ત્યજી દેવાયેલ બાળકી મળી આવી હતી. જેને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.
વાડામાંથી મળી ત્યજેલ નવજાત બાળકી
મળતી માહિતી મુજબ, સતાપર ગામની વાડીના વાડામાંથી ત્યજી દેવાયલ બાળકી મળી આવી હતી. જેને ગામની મહિલાઓ દ્વારા સલામત જગ્યાએ મુકવામાં આવી હતી. આ સમગ્ર બનાવની જાણ જ્યારે વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવી તો PSI બી.ડી.પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગામના સરપંચની ફરીયાદ લઇને માસુમ બાળકીને ત્યજી દેનાર માતા સામે ગુનો નોંઘવાની તજવીજ હાથ ધરી હતી.
Last Updated : May 27, 2019, 7:40 PM IST