ગુજરાત

gujarat

ETV Bharat / state

નરેશ મહેશ્વરીએ પ્રચાર કાર્યાલયનો શુભારંભ કર્યો - congress

મોરબી: લોકસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહ્યો છે, ત્યારે લોકસભા બેઠકમાં આવતા મોરબી શહેરમાં ગઈકાલે ભાજપે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ આજે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 12, 2019, 1:34 PM IST

કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરીએ સરદાર બાગ નજીક પ્રચાર કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. જે પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, અને જયંતીભાઈ જેરાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશભાઈ મહેશ્વરીએ કર્યો પ્રચાર કાર્યાલયનો શુભારંભ

કોંગ્રેસના ઉમેદવારે તેની સરકાર બનતા દેશભરમાં ખાલી જગ્યાઓ ભરીને લાખો યુવાનોને રોજગારી આપવા ઉપરાંત UPA 1 અને UPA 2 સરકારના વિકાસના જે કાર્યો અધૂરા રહ્યા છે. તેને પૂર્ણ કરવા સંકલ્પ કર્યો હતો. મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના પ્રચાર કાર્યાલય શરુ કરી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પ્રચાર પુરજોશમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details