ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં અઢી વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નારધમને આજીવન કેદ

મોરબામાં થોડા સમય પહેલા અઢી વર્ષની માસૂમ દીકરીને ઓરડીમાંથી ઉઠાવી જઈને નરાધમે હવસનો શિકાર બનાવી હતી. અને જે બાદ માસૂમનું મોત થયું હતું. ત્યારે કોર્ટ દ્રારા નરાધમોને દંડ ફટકારવામાં આવ્યો છે.

મોરબીમાં અઢી વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નારધમને આજીવન કેદ
મોરબીમાં અઢી વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નારધમને આજીવન કેદ

By

Published : Dec 10, 2022, 2:09 PM IST

મોરબી તાલુકાની સિરામિક ફેકટરીમાં (Ceramic Factory of Morbi Taluk) રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની અઢી વર્ષની માસૂમ દીકરીને ઓરડીમાંથી ઉઠાવી જઈને નરાધમે હવસનો શિકાર બનાવી હતી. અને બાદમાં બાળકીને તળાવમાં ફેકી દેતા માસૂમનું મોતથયું હતું. જે ચકચારી બનાવ અંગેનો કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે નરાધમને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
એકલતાનો લાભમોરબી નજીક આવેલ સિરામિક ફેકટરીમાં(Ceramic Factory) કામ કરતા એમપીના રહેવાસીપરિવારની બાળકી પરિવાર સાથે ઓરડીમાં સુતી હોય ત્યારે માતા અને પિતા બાથરૂમ કરવા ગયા હતા. અને પરત આવી જોયું તો અઢી વર્ષની બાળકી ઓરડીમાં ના હતી. જેને કોઈ ઉઠાવી ગયું હોય જેથી પરિવારે શોધખોળ કરતા તળાવના પાણીમાં ડૂબી જતા બાળકીનું મોત થયાનું ખુલ્યું હતું. બાદમાં ફોરેન્સિક પીએમમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ખુલતા પોલીસે આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ નામના ઈસમને ઝડપી લીધો હતો. ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.
સ્પેશ્યલ પોક્સો કોર્ટ જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટ અને ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ ડી.પી.મહીડા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજય સી દવેની ધારદાર દલીલો તેમજ 44 દસ્તાવેજી પુરાવા અને 24 મૌખિક પુરાવાઓ રજુ કર્યા હતા. આરોપીએ માસૂમ બાળકીનું સર્વસ્વ લુંટી લઈને બાળકીની નિર્મમ હત્યા કરી હોવાની દલીલો કરી હતી. જે દલીલોને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ રહે હાલ રોસાબેલા સિરામિક ઓરડી વાળાને કસુરવાન ઠેરવ્યો હતો. આરોપીને આઈપીસી કલમ 363, 376 (૨), 376 એ.બી. અને કલમ 302 માં કસુરવાન ઠેરવીને આજીવન કેદની સજા અને રૂપિયા 28,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

વળતર માટેની યોજનામોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટે દુષ્કર્મ અને હત્યાના ગુનામાં ભોગ બનનારના માતાપિતાને ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના 2019 ના નિયમો અનુસાર રૂપિયા 5 લાખ અને આરોપી જે દંડની રકમ રૂપિયા 28 000 ભરે તે મળી કુલ રૂપિયા 5.28 લાખ વળતર પેટે ચુકવવા આદેશ કર્યો છે. અને આરોપી દંડની રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય તો રૂપિયા 5 લાખ વળતર પેટે ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. જે વળતરની રકમ ચુકવવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય મોરબીને હુકમ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details