ગુજરાત

gujarat

મોરબી નજીક ઘુનડા ગામે પશુઓમાં ભેદી રોગ, 200 ઘેટાંનું મોત

By

Published : Feb 22, 2021, 7:53 PM IST

મોરબી નજીક ઘુનડા ગામે ગત એક પખવાડિયામાં 200 જેટલા ઘેટાંના મોત થયાં છે. જેથી પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં પશુ ડૉક્ટરની ટીમે સ્થળ પર દોડી જઈને તપાસ હાથ ધરી છે.

ETV BHARAT
મોરબી નજીક ઘુનડા ગામે પશુઓમાં ભેદી રોગ

  • મોરબી નજીક ઘુનડા ગામે પશુઓમાં ભેદી રોગ
  • 15 દિવસમાં 200 ઘેટાનું મોત
  • સીપોક્સ રોગ થવાની આશંકા

મોરબીઃ જિલ્લા નજીકના ઘુનડા ગામે રહેતા માલધારી પરિવાર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઘુનડા ગામે રહેતા માલધારીઓમાંથી 6થી 7 જેટલા માલધારીઓના ઘેટાં ગત 15 દિવસથી મૃત્યુ પામી રહ્યાં છે. 15 દિવસમાં 200 ઘેટાંના મોત થયા હોવાની માહિતી માલધારી અગ્રણી વાલા રબારી પાસેથી પ્રાપ્ત થઇ છે. આ ઘેટાંને કોઈ રોગચાળો લાગુ પડ્યું હોય તેમ એક બાદ એક ઘેટાં મૃત્યુને ભેટી રહ્યાં છે. જે બનાવને પગલે માલધારી પરિવારોએ પશુ ડૉક્ટરને જાણ કરતાં આજે સોમવારે મોરબીથી પશુ ડૉક્ટરની ટીમ દોડી ગઈ હતી અને સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મોરબી નજીક ઘુનડા ગામે પશુઓમાં ભેદી રોગ

ઘેટાંમાં સીપોક્સ રોગ લાગુ પડ્યાનું તારણ: પશુ ચિકિત્સક

આજે સોમવારે મોરબીના પશુ ડૉક્ટર અમિત કાલરીયાની ટીમે ગામની મુલાકાત લીધી હતી અને રોગચાળા અંગે જણાવ્યું હતું કે, ઘેટાંઓને સીપોક્સ નામનો રોગ થયાનું જાણવા મળ્યું છે. જે વાઇરલ ઇન્ફેકશન છે. જેની રસી પણ ઉપલબ્ધ છે. જેથી રસીકરણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details