ગુજરાત

gujarat

ETV Bharat / state

ટોળાએ ચોર સમજી માર મારતા યુવાનનું મોત, તપાસ શરૂ - Death of an unknown youth

મોરબી તાલુકાના જેતપર રોડ પર આવેલ બેલા ગામની સીમમાં કારખાનામાં ચોરી કરવા આવ્યા હોવાની શંકા રાખી ટોળાએ યુવાનને માર મારતા મોત થયું હતું. જે બનાવ મામલે પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ધરી છે.A young man was beaten to death, Morbi Jetpar Road,Death of an unknown youth

Etv Bharatમોરબીના બેલા ગામની સીમમાં, ચોર સમજી માર મારતા અજાણ્યા યુવાનનું મોત
Etv Bharatમોરબીના બેલા ગામની સીમમાં, ચોર સમજી માર મારતા અજાણ્યા યુવાનનું મોત

By

Published : Sep 11, 2022, 8:25 PM IST

મોરબીઃરાજ્યમાં શંકાના આધારે ટોળા દ્વારા માર મારવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.આવો જ એક બનાવ મોરબીતાલુકાના જેતપર રોડ(Morbi Jetpar Road) પર આવેલ બેલા ગામની સીમમાં એક કારખાનામાં નોધાયો છે.જ્યાં કારખાનામાં ચોરી કરવા આવ્યા હોવાની શંકા રાખી ટોળાએ યુવાનને માર મારતા મોત થયું છે.(A young man was beaten to death) પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ધરી છે.

શંકાના આધારે હત્યાઃઆ બનાવમાં, અજાણ્યો યુવાન આશરે ૩૦ થી ૩૫ વર્ષ કારખાનામાં ચોરી કરવા આવ્યો, હોવાનું માની તમામ આરોપીઓએ સમાન ઉદ્દેશ્ય પુરો પાડવા ગેરકાયદેસર મંડળી રચી, લાકડાના ધોકા જેવા હથિયાર વડે માર મારતા ગંભીર ઈજા પહોંચતા, અજાણ્યા યુવાનનું મોત(Death of an unknown youth) થયું હતું. તેમજ મૃતકની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ બની ફરીયાદીઃમોરબી તાલુકા PSI ડી,વી ડાંગરે ફરિયાદી બની, તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાંહત્યાના બનાવ મામલે આરોપી, રાજપાલસિંગ રામનાથસિંગ રાજપૂત, રમેશ પ્યારજી સવંધીયા, હરિરામ મલમ રજક, મોહન ઉર્ફે છોટુ લક્ષ્મણ કુશવાહા, ગણપત રતિલાલ કાવર રહે બેલા સીમ મફત મિનરલ કારખાના લેબર કવાર્ટર આ બધા બેલા સીમ મફત મિનરલ કારખાના લેબર ક્વાર્ટરમાં રહે છે.તેમજ રવિ રમેશ કાવર રહે હરિઓમ પાર્ક ઘૂટું રોડ મોરબી,વિનોદ ઉર્ફે વીકી કરશન આમેસડા રહે, હાલ મકનસર તા. મોરબી,એમ સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details