મોરબી: કોરોનાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. જેમાં પાન,માવા વેચાણ પર પ્રતિબંધ છે. જેથી વ્યસનીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
વાંકાનેરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, તમાકુ આપવાની ના કહેતા કરી હતી હત્યા - Wankaner news
મોરબીમાં વ્યસનને કારણે હત્યા થઇ હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાણો સંપૂર્ણ વિગત...
![વાંકાનેરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, તમાકુ આપવાની ના કહેતા કરી હતી હત્યા morbi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7073033-378-7073033-1588682415547.jpg)
તાજેતરમાં વાંકાનેરમાં એક યુવાનની હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યા વ્યસનને કારણે થઇ હોવાનો ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના મચ્છુ નદીના પટમાં હસમુખભાઈ ધનજીભાઈ માંડલિયા નામના દેવીપુજક યુવાનનું માથું છુંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને પ્રાથમિક દ્રષ્ટીએ જ બનાવ હત્યાનો હોય તેવું દેખાતું હતું. પોલીસે ગુનો નોંધી હત્યાના બનાવની તપાસ કરી હતી.
જે હત્યાના બનાવ મામલે એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી. જેમાં હત્યા કરનાર ઈસમો છગન કરશન વાઘેલા અને નરશી વલ્લભ વાઘેલા કે જેઓે વાંકાનેરમાં રહે છે.
આ બંનેને સીટી સ્ટેશન રોડથી ઝડપીનેે આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી કબુલાત આપી હતી કે તેને તમાકુની તલપ લાગતા તમાકુ માંગી હતી અને ના પાડતા બોલાચાલી કરી ઝઘડો કરી બંને ઇસમોએ યુવાનની હત્યા કરી હતી. તો વ્યસને એક યુવાનનો ભોગ લીધો છે જે બનાવ સમાજ માટે લાલબતી સમાન છે અને હવે યુવાનોને વ્યસનના રસ્તેથી પાછા વાળવા જરૂરી જ નહિ આવશ્યક બની ગયું હોવાનું પણ લાગી રહ્યું છે.