ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંસદ મોહન કુંડારિયા કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા - rajkot mp

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હોવાથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી મોરબી તેમના નિવાસ સ્થાન પહોંચ્યા છે.

Mohan kundariya
Mohan kundariya

By

Published : Jan 27, 2021, 10:54 PM IST

  • સાંસદ મોહનભાઈ કુંડારિયા કોરોનાને હરાવી સ્વસ્થ થયા
  • અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
  • થોડા દિવસ રહેશે હોમ આઈસોલેશનમાં
    Mohan kundariya

મોરબીઃ શહેરના રહેવાસી અને હાલ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હોવાથી ડીસ્ચાર્જ કરવામાં આવતા મોરબી પહોંચ્યા છે.

સોશ્યલ મીડિયા પર કોરોના પોઝીટીવ હોવાની માહિતી આપી હતી

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ થોડા દિવસો પૂર્વે કોરોના રીપોર્ટ કરાવ્યો હતા. જે રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. આથી સાંસદ મોહન કુંડારિયાએ સોશ્યલ મીડિયા પર કોરોના પોઝીટીવ હોવાની માહિતી આપી હતી આ સાથે જ સંપર્કમાં આવેલા લોકોને પણ તકેદારી રાખવા તેમજ ડોક્ટરની સલાહ મુજબ રીપોર્ટ કરાવવા અપીલ કરી હતી.

હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થઈને સાંસદ મોરબી પોતાના ઘરે પહોંચ્યા

સાંસદ મોહન કુંડારિયાને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર મળ્યા બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા હોવાથી હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેઓ પોતાના વતન મોરબી આવી પહોંચ્યા હોવાની માહિતી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા સાથેના સંપર્કમાં પ્રાપ્ત થઇ હતી. તેઓ ડોક્ટરની સલાહ મુજબ થોડા દિવસો સુધી લોકો સાથે સંપર્કમાં આવશેે નહિ તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે.

ABOUT THE AUTHOR

...view details