મોરબી વાંકાનેરમાં ગણેશ મહોત્સવ(Ganesh Chaturthi 2022) માટે પાલિકા હસ્તકનું આરએસએસનું ગ્રાઉન્ડમાં મંજુરી આપવાની માંગ સાથે રાજકીય અગ્રણી જીતુ સોમાણી ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. સોમવાર સુધી મંજુરી નહીં મળતા સંતો મહંતો તેમજ વેપારી સંગઠનોએ મંગળવારે બંધનું એલાન(Bandh announced in Wankaner)આપ્યું હતું. જેમાં આજે બજારના વેપારીઓએ બંધ પાળી આવેદન પાઠવ્યું હતું.
ભાડે ગ્રાઉન્ડ આપવા માંગવેપારીઓએ વિશાળ રેલી યોજી બંધને સમર્થન( Support the bandh by holding a rally)આપ્યું હતું અને બાદમાં આવેદન આપવામાં આવ્યું હતું. જે આવેદન અંગે જીતુ સોમાણીએ જણાવ્યું હતું કે ઉપવાસ આંદોલન છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. વર્ષોથી પાલિકા હસ્તકના ગ્રાઉન્ડમાં ધાર્મિક ઉત્સવ ઉજવાય છે. ગણેશ ઉત્સવ સમિતિને આરએસએસ ગ્રાઉન્ડ આપવા માંગ કરી છે તેમજ વહીવટદાર પર ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે વહીવટદારની કોલ ડીટેલ કઢાવવી જોઈએ તેઓ કોની સુચના અને દોરવણીથી કામ કરે છે. તે સ્પષ્ટ થવું જોઈએ તેવા આક્ષેપો કરીને ટોકન ભાડે ગ્રાઉન્ડ આપવા માંગ કરી હતી.
આ પણ વાંચોશું તમે ક્યારેય પેંડા મોદક ઘરે બનાવ્યા છે,નહીં તો જાણો તેની રેસીપી